સુરત શહેરનાં ઝંખવાવ પોલીસે મોટીફળી ખાતે રેઈડ કરી ૩ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ, માંગરોળનાં મોટીફળી મંદિર ફળિયામાં પ્રકાશ ગણેશભાઈ વસાવા નામનો ઈસમ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું છૂટક વેચાણ કરતો હોવાની ઝંખવાવ પોલીસને બાતમી મળી હતી. આમ, પોલીસે પ્રકાશના ઘરે જઈ રેડ કરી તપાસ હાથ ધરતા ત્યાાંથી ૩,૦૭,૦૩૦/- કિંમતની ૧૩૯૯ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી પ્રોહી. મુદ્દામાલ કબજે કરી પ્રકાશને વોન્ટેડ જાહેર કર્યો હતો.
