ઉચ્છલનાં સાકરદા રેલવે ફાટક પાસે રેતીના ધંધા સાથે સંકળાયેલા બે ઇસમો વચ્ચે રૂ.૧૦ હજારની લેતા-દેતીમાં થયેલ ઝઘડામાં સુરત શહેરના અડાજણના ઈસમને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા ખાતે હાલમાં રહેતા મુળ સુરતનાં અડાજણનાં રહીશ સંતોષભાઈ હરીકેશભાઈ કુશવાહ (ઉ.વ.૩૭)એ ગત તારીખ ૨૮/૫/૨૦૨૫ નારોજ કુકરમુંડા તાપી નદીમાં રેતી કામમાં પોકલેન્ડ મશીન ભાડા પેટે આપ્યું છે.
જેથી તેઓ સુરતથી કુકરમુંડા ખાતે જવા માટે કેટા લઈને નીકળતા જેઓના સોનગઢ ખાતે અનિલભાઈ હરીશંકર તિવારી (રહે.આર.ટી.ઓ.ચેકપોસ્ટ ઓફિસ, સોનગઢ) પાસે રૂપિયા ૧૦,૦૦૦ લેવાના નીકળતા હતા.
તેમજ આ મારો જિલ્લો છે અહીંયા મારું ચાલે છે તમે અહીં આવીને ધંધો કરો છો કહીને સંતોષભાઈના શર્ટનો કોલર પકડીને ગાળો આપી વીસેક થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અહીંયા તમારે આવવાનું નહીં, બીજીવાર જોઈશ તો હું તને જાનથી મારી નાંખીશ જણાવ્યું હતું. ગાડીને આશરે રૂપિયા ૫,૦૦૦/-નું નુકસાન પહોંચાડી તેમજ કાનના ભાગે ઇજા પહોંચાડનાર અનિલ તિવારી સામે તારીખ ૧૦/૦૬/૨૦૨૫ નારોજ ઉચ્છલ પોલીસ મથકે સંતોષ કુશવાહએ ફરીયાદ કરી હતી.
