જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. એપ્રિલ 2025થી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.
ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે 394 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા નોટિશો આપી હતી.
