સોનગઢમાં ગેરકાયદેસર રીતે મકાન ભાડેથી આપતા મકાન માલિકો સામે જિલ્લા એસ.ઓ.જી.એ કાર્યવાહી હાથ ધરી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાંનો ભંગ કરવા બદલ ચાર મકાન માલિકો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
તે દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અવતાર રેસીડન્સીમાં ભાડુઆત ઈસમોનું ચેકિંગ અને પૂછપરચ હાથ ધરી હતી. દરમિયાન (૧) દીપકભાઈ અશોકભાઈ મિસ્ત્રી (રહે.પીપળ ફળિયું, સોનગઢ), (૨) ગણેશભાઈ ઉત્તમભાઈ સુર્યવંશી (રહે.જીઈબી કોલોની ઉકાઈ), (૩) જ્ઞાનેશ્વરભાઈ ભટુભાઈ પ્રજાપતિ (ગણેશ નગર, સોનગઢ) અને ધોડુંભાઈ ગંગારામભાઈ નિકમ આ ચારેય મકાન માલિકોએ ભાડુઆત માટેનું કોઈપણ પ્રકારની માહિતી જેમ કે ફોટા, બાયોડેટા અને આઈડી પ્રૂફ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં તેમજ મામલતદાર કચેરીમાં આપી ન હતી. આ મામલે એસઓજી પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભંગ કરવા બદલ જુદા-જુદા ચારેય મકાન માલિકો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
