નિઝર ગામની સીમમાંથી પસાર થતા નિઝર ધુડવદ રોડ ઉપર બાઈક ચાલકે વ્યાહુર ગામ તથા ધુડવાદ ગામનાં ત્રણ રસ્તા પાસે વળાંકમાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેસેલ શખ્સને પણ શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તે સમયે નિઝર ગામની સીમમાંથી પસાર થતા નિઝર ધુડવદ રોડ ઉપર બાઈક ચાલક મનિલાલભાઇ પોતાની કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નિઝરથી થોડેક આગળ વ્યાહુર ગામ તથા ધુડવાદ ગામનાં ત્રણ રસ્તા પાસે વળાંકમાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા દીધો હતો. જેથી બાઈક રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી જતા બોરના ઝાડ સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક મનિલાલભાઇને માથામાં તથા મોઢાનાં ભાગે ગંભી૨ ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે બાઈકની પાછળ બેસેલ કિશનભાઈને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે શરદભાઈ મોહનભાઈ વળવીનાંએ નિઝર પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.
