કુકરમુંડાનાં ઉટાવદ ગામમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગંજીપાનાના પત્તા વડે પૈસા વતી હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૪/૦૬/૨૦૨૬ નારોજ ખાનગી વાહનમાં બેસી કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉટાવદ ગામમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાના પત્તા વડે પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ગંજીપાના પત્તા વડે પૈસા વતી હારજીતનો જુગાર રમતા સેવનસીંગ મોગ્યાભાઈ પાડવી (રહે.ઝીરીબેડ ગામ, કુકરમુંડા), રવીન્દ્ર વીરજીભાઈ પાડવી (રહે.ઝિરીબેડ ગામ, કુકરમુંડા), સુમિત રૂપસીંગભાઈ વળવી (રહે.વડપાડા ગામ, કુકરમુંડા), કાન્તિલાલ રૂપાભાઈ વળવી (રહે.ચોખી આમલી ગામ, કુકરમુંડા), દિનેશ ભામટયાભાઈ વળવી (રહે.ચોખી આમલી ગામ, કુકરમુંડા), રતિલાલ દુરજીભાઈ પાડવી (રહે.ઝૂમકટી ગામ, કુકરમુંડા) અને સુરપસીંગ ઉરશ્યાભાઈ વસાવા (રહે.ચોખી આમલી ગામ, કુકરમુંડા)નાં સાત જુગારીઓને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો રોકડ રૂપિયા તથા દાવ પરના રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
