ઉચ્છલનાં યુવકનાં બેંકખાતામાંથી અજાણ્યાએ રૂપિયા ૪૫,૦૧૩ ટ્રાન્સફર કરાવી લઈ યુવક સાથે સાયબર ફ્રોડ થતા ઉચ્છલ પોલીસ મથકે જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર, ઉચ્છલનાં રહીશ વિજયભાઈ જેમુભાઈ ગામીતએ તારીખ ૧૪ નારોજ મોબાઈલથી ઓનલાઈન રિચાર્જ કરતા ટ્રાન્સેકશન ફેલ થતા જે અંગે રિફંડ લેવા ગૂગલ પરથી એમેઝોન કસ્ટમર કેરનો નંબર મેળવી કોલ કર્યો હતો.
ત્યારબાદ તેમના દ્વારા રિફંડ આપવા માટે વોટ્સએપ કોલ નંબર દ્વારા કરી ફોન પે ખોલવા કહી અનધિકૃત રીતે ખાતામાંથી રૂપિયા ૪૫,૦૧૩ ટ્રાન્સફર કરાવી લીધા હતા. એમેઝોન કસ્ટરમ કેર સર્વિસના નામે એક ફ્રોડ થયાની જાણ થતા તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી ફરીયાદ નોંધાવી હતી. રિફંડ મેળવવામાં રૂપિયા ૪૫ હજાર ગુમાવનાર વિજયભાઈ ગામીતે ઘટના અંગે ઉચ્છલ પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી.
