તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાનાં પનીયારી સુગર ફેકટરી પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ સંયુકત બાતમી આધારે, પનીયારી સુગર ફેકટરી પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શિવા ઓમપ્રકાશ જયસ્વાલ (ઉ.વ.૨૮., રહે.મગરવાડા પંચાયત, બદલીવાડી, મોટી દમણ, મૂળ રહે.રખાહ બજાર પાઈપની બાજુમાં થાના.પટ્ટી, જિ.પ્રતાપગઢ)નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
