તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયાન મળેલ સંયુકત બાતમી આધારે, ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી શાહરૂખ યુનુશ ખાટીક (રહે.લખાલી પાર્ક સોસાયટી, એમ.આઈ.ડી.સી રોડ નવાપુર તા.નવાપુર.જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
