માંડવી તાલુકાનાં વિરપોર ગામે નિશાળ ફળિયામાં રહેતા પુષ્પાબેન ગણપતભાઈ પટેલના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાંથી સોનાની ચેન, પેન્ડલ, જવ માળા અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૬,૭૮૩/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, તારીખ ૧૦/૦૬/૨૦૨૫ નારોજ રાત્રિના સમયે પુષ્પાબેન તેમના ઘરે આવેલ ચાર નણંદ અને તેની ભાણેજ સાથે ઘરમાં સૂતા થતાં ત્યારે એક બેડરૂમમાં અવાજ આવતા ઘરના લોકો જાગી ગયા હતા. આથી એક ઈસમ પાછળના દરવાજાથી નાસી છૂટયો હતો. તપાસ કરતાં કબાટમાં રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૯૬,૭૮૩/-ની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે માંડવી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
