અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે. પંઢરપુરની યાત્રા દરમિયાન ૧૮ જૂનથી ૧૦ જુલાઇ ૨૦૨૫ સુધીના સમયમાં દર્શને જતા અને પાલખી લઇ જતા વારકરીના વાહનો માટે ટોલ ફ્રી લાગુ કરાયો છે.
જેના પર વાહનનો નંબર અને ડ્રાઇવરનું નામ હોવું જરૂરી છે. આ સ્ટીકર્સ સ્થાનિક પોલીસ સ્ટેશન અને પ્રાદેશિક પરિવહન કચેરી (આર.ટી.ઓ) દ્વારા વિતરિત કરાય છે. આ સ્ટીકર વારકરી યાત્રા કરીને પાછા ફરતાં ઉપરોક્ત સમય મર્યાદામાં પ્રવાસમાં ટોલ ફ્રી રહેશે. સાર્વજનિક બાંધકામ વિભાગ પી ડબલ્યુ ડી અને મહારાષ્ટ્ર રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને રાષ્ટ્રીય મહામાર્ગ દ્વારા ચાલવવા જનારા સર્વ ટોલ પ્લાઝા પર સવલત લાગુ પડશે. સરકારે અષાઢી વારકરી દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા મળે અને યાત્રા સરળ અને એવા ઉદેશ્યથી નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવ્યું છે.
