આજે સમગ્ર વિશ્વમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ હેઠળ ઉજવાઈ રહ્યો છે. તે અનુસંધાને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા આઇકોનીક ઇકોટુરિઝમ સાઇટ આંબાપાણી ખાતે યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમમાં તાપી વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આસપાસના નાગરિકોએ સહભાગી બની યોગ સાધના કરી હતી. કુદરતી વાતાવરણ વચ્ચે યોગાભ્યાસ કરી સૌએ તંદુરસ્ત જીવનશૈલી, માનસિક શાંતિ અને દૈનિક જીવનમાં યોગને અનુસરવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાણાયામ,વિવિધ આસનો અને ધ્યાન ક્રિયાઓ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો.
