કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે ગુજરાત બીજા સ્થાને છે. હાલ કેરળમાં સૌથી વધુ 1184, ગુજરાતમાં 912 જ્યારે પશ્ચિમ બંગાળમાં 747 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 39 કેસ નોંધાયા હતા. આ સાથે જ એક્ટિવ કેસ વધીને હવે 589 થઇ ગયા છે. આ 589માંથી 12 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે અન્ય હોમ આઇસોલેશનમાં છે. હાલ જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેમાંથી પણ મોટાભાગના કો મોર્બિડ છે અને તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. બીજી તરફ ગુજરાતમાં વધુ 134 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આમ, જાન્યુઆરીથી લઇને 20 જૂન સુધી કુલ 2371 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા કુલ 134 કેસ નોંધાયા હતા.
