Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રવિવારે ૪૨ ગ્રામ પંચાયતની ચૂંટણી, ચૂંટણીમાં ૫૧,૦૦૦થી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રવિવારે ૪૨ ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંગ્રામ ખેલાશે. સરપંચની ૮૫ અને સભ્યની ૩૨૧ બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં ૫૧,૦૦૦થી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીના માહોલમાં એક સપ્તાહથી ભારે વરસાદ અને તારાજીના કારણે ચૂંટણીના રંગમાં ભંગ પાડયો છે. વળી, ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતીકામ સાથે સંકળાયેલા હોય, ખેડૂતો અને ખેતમજૂરો વાવણી કાર્યમાં જોતરાઈ જતાં ઉંચા મતદાન ઉપર તેની વિપરીત અસર થઈ શકે તેવી સંભાવનાઓ રાજકીય પંડીતો વર્ણવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી વહિવટદાર શાસન ચાલતું હતું જેમાં ૫૦ જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ૪૨૪ વોર્ડના સભ્યો માટે સામાન્ય ચુંટણી તેમજ અન્ય ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી જાહેર થઈ હતી.

જેમાં સરપંચ પદ માટે ૧૮૧ અને સભ્ય માટે ૬૬૦થી વધુ ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું પરંતુ ફોર્મ ખેચવાના એક દિવસ બાદ ચુંટણીમાં સરપંચ પદ માટે ૮૫ અને સભ્ય માટે ૩૨૧ ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહ્યાં છે. આ ઉપરાંત સરપંચની ૨૯ અને સભ્ય પદ માટેની ૨૮૨ બેઠકો બીનહરીફ થઈ ચુકી છે. ત્યારે બિનહરીફ થયા બાદ આજેે વઢવાણ તાલુકાના-૪, લખતર તાલુકાના-૨, લીંબડી તાલુકાના-૫, ચુડા તાલુકાના-૨, સાયલા તાલુકાના-૪, ચોટીલા તાલુકાના-૪, થાન તાલુકાના-૩, મુળી તાલુકાના-૪, ધ્રાંગધ્રા તાલુકાના-૩, દસાડા તાલુકાના-૧૧ સહિત કુલ ૪૨ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે.

જેમાં સરપંચ માટે ૮૫ અને સભ્યો માટે ૩૨૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ૬૯ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ અંદાજે ૫૧,૦૦૦થી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી વિવાદીત અને માથાકૂટવાળી રહેતી હોય, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે. આ માટે ૬૦૦ પોલીસ સ્ટાફને ડયૂટી સોંપવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પણ પોલીસનો વધારાનો બંદોબસ્ત રાખવામાં આવશે. ચૂંટણી પૂર્વે આજે રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન-ચૂંટણી સાહિત્ય લઈ ચૂંટણી સ્ટાફ પોતાના મતદાન મથકો તરફ જવા રવાના થયા હતા. જયારે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે મતદાનના દિવસે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!