ગાંધીનગરનાં દહેગામ-રખિયાલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવાર યુવકોના મોત થયા નીપજ્યા છે. દહેગામ-મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા પાસે પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ૧૦૮ ની ટીમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બંને મૃતક યુવકો દહેગામ તાલુકાના ધારીસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ ૧૦૮ પર કોલ કરતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતની જાણ થયા બાદ રખિયાલ પોલીસ પણ ઘટના સ્તળે દોડી આવી હતી અને જરૃરી કાર્યવાહી પૂર્ણ કરી બંને મૃતકોની લાશને પીએમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. ધારીસણા ગામના બેે યુવકોના આકસ્મિક મોતના પગલે સમગ્ર પંથકનો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બેફામ દોડતા ટ્રકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉગ્ર બની છે.
