ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારની ઉનાવા ગામની સીમમાં રેડ પાડીને જુગારીઓની બાજી બગાડી નાંખી હતી. સ્થળ પર પોલીસ પહોંચતા નાશભાગ મચી ગઇ હતી. તેમાં ત્રણને ઝડપી લેવાયા હતાં. જ્યારે ત્રણ આરોપી નાસી છુટયા હતાં. દરમિયાન આદરજ મોટી ગામની ભાગોળમાં જ વરલી મટકા રમતાં એક પકડાયો જ્યારે કટીંગ લેનારાને પકડવા તજવીજ શરૂ કરાઇ હતી. પોથાપુર પોલીસ દ્વારા ઉનાવા ગામે પાડવામાં આવેલી રેડ દરમિયાન ગામમાં આંટાના વાસમાં રહેતા યુવરાજસિંહ વિક્રમસિંહ ઠાકોર, પ્રતાપજી ભેમાજી ઠાકોર તથા અરૂણ ઉર્ફે વિપુલ લક્ષ્મણજી ઠાકોરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં.
