Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગમાં યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ ૮૯.૫૨ ટકા મતદાન નોંધાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લામાં તારીખ ૨૨ જૂન ર૦૨૫ નારોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની કુલ ૪૨ ગ્રામ પંચાયતોમાં ૩૭ સરપંચ અને ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી માટે સાંજે ૬ વાગ્યાં પુરાં થતાં કુલ ૮૯.૫૨ ટકા મતદાન નોંધવા પામ્યુ હતું. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા ૧૭ પંચાયતમાં નોંધાયેલા ૧૨,૪૯૧ પુરુષ મતદારો અને ૧૨,૨૭૪ સ્ત્રી મતદારો મળી કુલ ૨૪,૭૬૫ મતદારો પૈકી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૧,૨૮૬ પુરુષ અને ૧૦,૭૮૯ સ્ત્રી મળી કુલ ૨૨,૦૭૫ મતદારોએ મતદાન કરતા અહી ૮૯.૧૪ ટકા મતદાન નોંધાયુ હતું.

જ્યારે વઘઇ તાલુકામા ૧૨ પંચાયતોમા નોંધાયેલા ૮,૨૬૨ પુરુષ મતદારો અને ૮,૫૪૩ સ્ત્રી મતદારો મળી કુલ ૧૬,૮૦૫ મતદારો પૈકી ૭,૫૩૦ પુરુષ અને ૭,૫૭૭ સ્ત્રી મળી કુલ ૧૫,૧૦૭ મતદારોએ મતદાન કરતા અહી ૮૯.૯૦ ટકા, અને સુબિર તાલુકામા ૧૨ પંચાયતોમા નોંધાયેલા ૧૦,૦૫૪ પુરુષ મતદારો અને ૯,૮૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૧૯,૯૪૫ મતદારો પૈકી ૯,૧૯૦ પુરુષ અને ૮,૬૯૪ સ્ત્રી મળી કુલ ૧૭,૮૮૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અહી ૮૯.૬૭ ટકા મતદાન નોંધાયુ હતું.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા તા. ૨૨ જૂનના રોજ સવારે ૭ વાંગ્યા થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે સાંજના ૬ વાગ્યાં સુધી શાંતિ પૂર્ણ માહોલમાં સપન્ન થઇ હતી. આ સાથે જ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ડાંગમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આગામી તારીખ ૨૫ જૂન, ૨૦૨૫ને બુધવારના રોજ ડાંગ જિલ્લામાં મતગણતરી યોજાશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!