Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કુકરમુંડામાં યુવકને ઢોરમાર માર્યા બાદ છોડી દેવામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુકરમુંડામાં પોલીસ કર્મીએ એક યુવકને નિર્વસ્ત્ર કરી લાકડીથી ફટકારવાની ઘટના સામે આવી છે. કુકરમુંડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મીએ દાદાગીરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશન બહાર જ યુવકને માર માર્યો હતો. ત્યાં હાજર અન્ય પોલીસ કર્મીઓની નજર સામે જ યુવકને ફટકારવામાં આવ્યો હતો. એક દુકાન ઉપર કાજુ ખરીદવા ઉપરથી મજાકમાં સામાન્ય બોલા-ચાલી થયા પછી દુકાન વાળાએ ગાળો ગલોચ કરી હતી. ત્યાર બાદ જ યુવક સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક દ્વારા કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. તાપી જિલ્લાના કુકરમુંડાનાં બાહરપુરા ગામે રહેતો પવનકુમાર કિરણભાઈ પાડવી (ઉ.વ.૨૦), મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરીવારના સભ્યોમાં પત્ની અને ૧ નાનું બાળક (૦૨ મહિના)નો છે.

તા.૨૧/૦૬/૨૦૨૫નાં રોજ રાત્રે ૦૮.૦૦ થી ૦૯.૦૦ વાગ્યાના આસપાસ પવનકુમાર બસ સ્ટેસન વાળા વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો,તે દરમ્યાન બે ઇસમ મોટર સાઇકલ ઉપર આવી ઉભા રહ્યા હતા અને પવન કોણ છે ? એવું પૂછતા પવનકુમારે પોતાની ઓળખાણ બતાવી હું જ પવન છું એવું કહેતા મોટર સાયકલ પર આવેલા ઇસમોએ તારા નામની અરજી આવી છે એવું કહી ચાલ અમારી સાથે એવું કહી મોટર સાઇકલ ઉપર બેસાડીને પોલીસ સ્ટેશન, કુકરમુંડા ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ બે-ચાર મિનીટ બેસાડી રાખ્યા પછી પોલીસ સ્ટેશનની અંદરથી શબ્બીરખાન આલમખાન બેલીમ નામનો પોલીસકર્મી પવનકુમારને ખેંચીને બાહર લઈ જઈ વાંકો વાળી કપડા ઉપર કરી હાથ વડે બે થી ત્રણ સપાટા માર્યા પછી પાછળનાં ભાગે તેમજ હાથના પંજા તેમજ પગના પંજા ઉપર નિર્વસ્ત્ર કરી જમીન પર સુવડાવીને પોલીસ વાળાની પ્લાસ્ટીક વાળી લાકડીથી ઢોરમાર માર્યા હતો. જોકે ત્યારબાદ પવનકુમારને ગંભીર હાલતમાં ઉભો કરી કપડા પહેરાવી ખુરશી ઉપર બેસાડી પાણી પીવડાવી ત્યાંથી છુટો કરી મુક્યો હતો.

પરંતુ પોલીસનાં હાથનો માર ખાધા બાદ પવનકુમાર પગ ઉપર ઉભો પણ થઇ શક્યો નહતો,જોકે તે દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર ઉભેલા અને પૂરો બનાવ આંખે જોનાર આદિવાસી સમાજનાં યુવાનોએ પવનકુમારને ઊંચકી નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. સમગ્ર મામલે અરજી આપતા પવનકુમાર પાડવીનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનનાં કંપાઉન્ડમાં ઢોરમાર માર્યા પછી કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર છુટો કરવામાં આવ્યો હતો. પરંતુ બનાવ પહેલા કુકરમુંડામાં મેઈન બજારમાં આવેલ દુકાનદાર બાલાભાઈ ચૌધરી સાથે દુકાન ઉપર કાજુ ખરીદવા ઉપરથી મજાકમાં સામાન્ય બોલા-ચાલી થયા બાદ દુકાન વાળાએ ગાળા-ગાળી કરી હતી. ત્યાર બાદ જ પવનકુમાર પાડવી સાથે અમાનવીય વ્યવહાર કુકરમુંડા પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પવનકુમાર પાડવીએ કુકરમુંડા પોલીસ ઇન્સ્પેકટરને સંબોધતી અરજી આપી પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!