અમદાવાદનાં ઘોડાસરનાં વેપારીને સસ્તામાં ક્રેન તથા ટ્રેલર અપાવવાની વાત કરીને ઝારખંડના શખ્સે વેપારી પાસેથી રૂપિયા ૭.૭૫ લાખ પડાવ્યા બાદ ઠગાઇ કરી હતી. જેમાં ખાસ કરીને પ્રથમ સમયસર વાહનો મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસે રૂપિયા લઇ લીધા પછી બે વર્ષ સુધી બહાના બતાવીને છેતરપિંડી કરી હતી.
ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ઘરેથી ક્રેન ભાડે આપવાનો વ્યવસાય કરતા આધેડે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઝારખંડના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે, ૨૦૧૮માં આરોપી સાથે સંપર્ક થયો હતો અને તેઓએ ફાઇનાન્સ દ્વારા પાછા ખેચેલા વાહનો જૂનામાં સસ્તા ભાવે અપાવવાની વાત કરી હતી. જેને લઇને વેપારી તેમની સાથે વ્યવસાય શરૂ કર્યો હતો. જેને લઇને વેપારીએ ટ્રેલર પસંદ કરતાં આરોપીએ વેપારી પાસે ૨૦૨૩માં રૂપિયા રૂપિયા ૭.૭૫ લાખ પડાવ્યા બાદ ઠગાઇ કરી હતી. જેમાં ખાસ કરીને પ્રથમ સમયસર વાહનો મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસે રૂપિયા લઇ લીધા પછી બે વર્ષ સુધી બહાના બતાવીને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
