અમદાવાદનાં નિકોલમાં ભક્તિ સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે શિક્ષિકા મહિલાના એક્ટિવાને ટક્કર મારી હતી ગમખ્વાર અકસ્માતમાં ટ્રકની સ્પીડ એટલી હદે હતી કે ટાયર નીચે મહિલા વાહન સાથે ૨૦ ફૂટ સુધી ઢસડાઇ હતી. જેના કારણે મહિલાને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મણિનગર પૂર્વે ખોખરા વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિક્ષર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે નરોડા રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા તેમના 46 વર્ષના મોટા બહેન ગઇકાલે સાંજે પોતાનું એક્ટિવા લઇને નિકોલ વિસ્તારમાં ભક્તિ નગર સર્કલ પાસેથી પસાર થતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા મિક્ષર ટ્રકના ચાલકની ટ્રક એટલી હદે સ્પીડમાં હતી કે ડ્રાઇવરે સ્ટિંયરીંગ પરના કાબુ ગુમાવી બેસતા તેમના એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે મહિલા વાહન સાથે ૨૦ ફૂટ સુધી ઢસડાયા હતા જેથી તેમને માથઆ સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કઠવાડા ખાતે રહેતા ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
