ભાવનગર જિલ્લાનાં મહુવાના બંદર રોડ પર બે બાઈક સામસામી અથડાતા એક યુવકનું મોત નીપજ્યું હતું. મહુવાના ભવાની રોડ પરના ખારાંના જાપા પાસે રહેતા રવિભાઈ હરેશભાઈ ભીલ (ઉ.વ.૨૦) અને કાકાનો દિકરો ચિરાગ ગોપાલભાઈ બંને બાઈક લઈને બંદરે જતા હતા.
તે દરમિયાન બંદર રોડ પર સામેથી આવી રહેલા બાઇક ચાલકે પોતાનું વાહન રવિભાઈના બાઈક સાથે અથડાવી દેતા બંને ભાઈઓને ગંભીર ઇજા પહોંચી હતી. બન્નેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મહુવાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યા રવિભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પિયુષભાઈએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
