વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર બારડોલીથી વ્યારા તરફ જતાં ટ્રેક ઉપર બોરખડી ગામનાં પીકઅપ સ્ટેન્ડ પાસે ટેમ્પાની પાછળ ચાલતી ટ્રકનાં ચાલકે ટેમ્પોને પાછળથી ટક્કર મારતા આગળ ચાલતી ટ્રક સાથે અથડાતા ટેમ્પોનો ચાલક દબાઈ જતાં શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં સંભાજીનગર જિલ્લાનાં બ્રમ્હાની તાલુકાનાં ગરાડા ગામનાં રહેવાસી રહીમ શા કરીમ શા નાંઓ તારીખ ૨૫/૦૬/૨૦૨૫ નાંરોજ ટેમ્પા નંબર એમએચ/૨૦/જીસી/૨૫૩૯ને લઈ સુરત શાકભાજી માર્કેટમાં ટામેટાનો જથ્થો ખાલી કરી પરત જતો હતો. તે સમયે બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર બારડોલીથી વ્યારા તરફ જતાં ટ્રેક ઉપર બોરખડી ગામનાં પીકઅપ સ્ટેન્ડ પાસે ટેમ્પાની પાછળ ચાલતી ટ્રક નંબર જીજે/૩૬/એક્સ/૩૩૭૬નાં ચાલકે પોતાના કબ્જાની ટ્રકને ગફલત ભરી રીતે હંકારી લાવી ટેમ્પાને પાછળથી ટક્કર મારતા ટેમ્પો આગળ ચાલતી ટ્રક નંબર જીજે/૩૬/એક્સ/૯૫૩૩ની સાથે અથડાતા ટેમ્પો આગળના ભાગેથી દબાઇ ગયો હતો.
જેથી ટેમ્પોનો ચાલક રહીમ શા કરીમ શાનો ફસાઇ જતા તેને ડાબા પગમાં ફ્રેકચર થયું હતું તેમજ જમણા પગમાં તથા કમ્મરનાં ભાગે, શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ૨૬/૦૬/૨૦૨૫ નાંરોજ સોમીનાથ સોનાજી ગૌરે નાંએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
