ઉચ્છલનાં જામકી ગામનાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા આધેડને કન્ટેનરના ચાલકે અડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલેસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં જામકી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા બાબજીભાઈ કુથીયાભાઈ ગામીત (ઉ.વ.આ.૭૬)નાઓ તારીખ ગત તારીખ ૦૯/૦૬/૨૦૨૫ નાંરોજ જામકી ગામનાં તાપી હોટલની સામે આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા હતા. તે સમયે અજાણ્યા કન્ટેનરનાં ચાલકે પોતાના કબ્જાનુ કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાબજીભાઈને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાબજીભાઈ રોડ ઉપર પડી જતાં તેમને માથાના આગળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી સારવાર દરમિયાન તારીખ ૧૬/૦૬/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પંતીલાલભાઈ બાબજીભાઈ ગામીત નાંએ તારીખ ૨૭/૦૬/૨૦૨૫ નાંરોજ અજાણ્યા કન્ટેનર ચાલક સામે ઉચ્છલ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી.
