અમદાવાદમાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા બે વર્ષ સુધી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર શરુ કરી હતી. એટલું જ નહી તું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહીને પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો. 
બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા બે વર્ષ સુધી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર શરુ કરી હતી. એટલું જ નહી મેં તારી સાથે ખોટા પ્રેમલગ્ન કર્યા હતા. મને સમાજમાં સારી છોકરીઓ મળતી હતી કહીને તકરાર કરીને મારઝૂડ કરતા હતા અને તું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહીને પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો. પાંચ મહિનાથી મહિના ભાડાના મકાનમાં અલગ રહેતી હતી બે દિવસ પહેલા પતિ તેના ઘરે જઇને છૂટાછેડા લેવાનું કહીને તકરાર કરીને પત્નીને વાળ પકડી મારતાં હાલમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



