અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી તૂટી પડી હતી. આ ઘટનામાં 10થી વધુ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા. 
મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ ધરાશાયી થયો હતો. જેમાં 10 વધુ લોકો ફસાયા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જોકે, એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ નથી.



