ACB પોલીસે માણસોએ વધુ એક લાંચીયાને લાંચ લેતા ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં તલાટી સહિત બે શખ્સોને ત્રણ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. બંને વિરૂદ્ધ ACBએ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાંચિયા અધિકારીએ ફરિયાદીને કહ્યું હતું કે, ઉતારા માટે ત્રણ હજારનો વહિવટ કરવો પડશે. લાંચના પૈસા અન્ય વ્ચક્તિને આપવા જણાવ્યું હતું. ફરિયાદી પાસે ખાનગી વ્યક્તિ રાજુભાઈ રામજીભાઈ વસોયાએ તલાટી ધર્મેશ કુમાર તળશીભાઈ પેઢડીયા વતી લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ બાદ ACBએ લાંચિયા અધિકારીને પકડવા છટકું ગોઠવ્યું હતું. ACB પોલીસે લખતર હાઈવે પર આવેલ હોટલ પાસે 3 હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને ઝડપી લીધા હતાં. બંને સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
