વિશ્વની એક માત્ર નદી જેનો પ્રગટ્ય દિન ઉજવાતો હોય. સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી બુધવારે કરવામાં આવી હતી. કામઘેનુ યુનિવર્સિટી તેમજ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સયુક્ત ઉપક્રમે ઉકાઈ ખાતે ઉજવણી કરવામાં આવી. સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણીમાં અધિક નિવાસી કલેકટર તાપી આર.આર.બોરડ હાજર રહ્યાં હતાં. તાપી નદીના જન્મદિવસે પૂજા-અર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.
સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્યબીજ નું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું. સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં હતાં. પ્રકૃતિ ની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતાં. જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો. તાપી મૈયાના પ્રગટ્ય દિન નિમિતે તાપી સંગઠન પ્રમુખ, ડો.સ્મિત લેન્ડે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ, સોનગઢ સંગઠન પ્રમુખ, કોર્પોરેટર સોનગઢ, સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ, સામાજિક કાર્યકર, ધર્મ જાગરણ મંચ તાપી, કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત, ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ, જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યાં હતાં.
