Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાનવાડી ખાતે પ્રેમમાં પાગલ યુવકે એમ્બ્યુલન્સવાન પર પેટ્રોલ રેડીને આગ ચાંપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા માંથી એક ચોંકવનારી ઘટના પ્રકાશ આવી છે, યુવતીનાં પ્રેમમાં પાગલ એમ્બ્યુલન્સનો ચાલક યુવાને, યુવતીએ બોલવાનું બંધ કરી દેતા યુવાને એમ્બ્યુલન્સ વાન પર પેટ્રોલ રેડીને-આગ ચાંપી એમ્બ્યુલન્સ વાનમાં પોતે બેસી ગયો હતો, જોતજોતામાં એમ્બ્યુલન્સમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે નજીકથી પસાર થતા જાગ્રત નાગરિકે એમ્બ્યુલન્સવાન માંથી યુવાનને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવ્યો હતો.

આ દરમિયાન ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તા.૧ જુલાઈ મંગળવાર નારોજ રાત્રે ૯ કલાકે વ્યારાના પાનવાડી ખાતે જિલ્લા સેવા સદનની સામે કૃષિ યુનિવર્સિટી પાસે યુવતીએ છેલ્લા દશેક દિવસથી બોલવાનું બંધ કરી દેતા યુવતીના પ્રેમમાં પાગલ યુવાને એમ્બ્યુલન્સવાન પર પેટ્રોલ રેડીને આગ ચાંપી સળગતી વાનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે તેને સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વ્યારા ફાયર વિભાગને  ઈમરજન્સી કોલ મળ્યો હતો કે, વ્યારા જિલ્લા સેવા સદનની સામે કૃષિ યુનિવર્સિટી પાસે એક એમ્બયુલન્સ વાન નંબર જીજે/૦૩/બીવાય/૨૧૧૩માં આગ લાગી હોવાની જેની જાણ થતા ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ ડ્રાયવર દિલીપભાઈ ઓડેદરા, ફાયર મેન ભરતકુમાર તથા ફાયરમેન દિનેશભાઈ ચૌધરી તાત્કાલિક સ્થળ પર પહોંચી સળગતિ આગ પર કાબુ મેળવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોનગઢ તાલુકાના મૈયાલી ગામના દરડી ફળીયામાં રહેતો ૩૨ વર્ષીય વિજયભાઈ જયંતીલાલ ગામીત પોતાની માલિકીની એમ્બ્યુલન્સ ધરાવે છે અને પોતે ડ્રાયવીંગ કરી પરિવાર ગુજરાન ચલાવે છે, તા.૧ જુલાઈ ૨૦૨૫ નારોજ રાત્રે ૯ કલાકે વ્યારાના પાનવાડી ખાતે જિલ્લા સેવા સદનની સામે કૃષિ યુનિવર્સિટી પાસે વિજયભાઈ ગામીત પોતાની ટવેરા એમ્બ્યુલન્સ વાન નંબર જીજે/૦૩/બીવાય/૨૧૧૩ લઈને ઉભો હતો તે દરમિયાન એકાએક એમ્બ્યુલન્સવાન પર પેટ્રોલ રેડીને -આગ ચાંપી એમ્બ્યુલન્સવાનમાં પોતે બેસી ગયો હતો.

જોકે નજીકથી પસાર થતા જાગ્રત નાગરિકે એમ્બ્યુલન્સવાન માંથી વિજયભાઈ ગામીતને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિજયભાઈ ગામીત છેલ્લા ચારેક વર્ષથી એક યુવતીના પ્રેમ પડ્યો હતો, જોકે એ યુવતીએ છેલ્લા દશેક દિવસથી બોલવાનું બંધ કરી દેતા વિજય ગામીતને મન પર લાગી આવ્યું હતું જેના કારણે એમ્બ્યુલન્સવાન પર પેટ્રોલ રેડીને-આગ ચાંપી એમ્બ્યુલન્સવાનમાં પોતે બેસી ગયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. વિજય ગામીત જનલર હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર હેઠળ છે, હોસ્પીટલના તબીબના જણાવ્યા અનુસાર વિજય ગામીત ૪૦ ટકાથી વધુ દાઝ્યો છે અને તેની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે વ્યારા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!