કુકરમુંડાનાં બાલંબા સરકારી માધ્યમિક શાળાનાં કંપાઉન્ડમાં નવી મકાનનું બાંધકામ વાળી જગ્યાની બાજુમાં આવેલ બોરમાંથી ૧ હોર્સ પાવારની મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
જોકે ગત તારીખ ૩૦/૦૬/૨૦૨૫ નાંરોજ શાળાનાં કંપાઉન્ડમાં નવી મકાનનું બાંધકામ વાળી જગ્યાની બાજુમાં આવેલ બોરમાંથી ૧ હોર્સ પાવારની મોટર જેની કિંમત રૂપિયા આશરે ૮,૨૦૦/- હતી તે મોટરને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શિક્ષકાએ મોટર ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તારીખ ૦૧/૦૭/૨૦૨૫ નાંરોજ કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
