જમ્મુનાં રામબનમાં પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા.
આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ માટે જતા કાફલામાં સામેલ હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેઈલ થઇ જવાને કારણે તેણે અન્ય બસોને ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય માટે મોકલી દેવામાં આવ્યા છે.
