અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક ઈમારતના 14મા માળેથી યુવતીએ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. તેને હાર્દિક રબારી અને મોહિત નામના બે યુવકોએ ન્યૂડ વીડિયો બનાવીને હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ દરમિયાન મોહિતે તેને જાળમાં ફસાવીને હાર્દિક રબારીની મદદથી ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો. આ મામલે પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો જ્યાં સોલા પોલીસે વીડિયો ડિલીટ કરાવ્યો હતો. જોકે ત્યારબાદ પણ મોહિત તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળી મુસ્કાને આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીનાં મૃતદેહને કબ્જે લીધો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એવો પણ દાવો કરાયો છે કે મૃતક યુવતીએ તેના પ્રેમી મોહિતને હજારો રૂપિયા અને સોનાની ચેઈન પણ આપી હતી. જે ગીરવે મૂકીને પૈસા તેને લઇ આપ્યા હતા.
