તાપી જિલ્લામાં સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ઉકાઈ ખાતે આવેલી નિવાસી કન્યા શાળા ઉકાઇની વિદ્યાર્થીનીઓએ અનોખુ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શાળાની વિધાર્થીનીઓએ ‘TAPI DHARTI AABA’ અને GLRS UKAI’ ના અક્ષરોનું માનવ ચિત્ર બનાવી અભિયાન માટે સમર્પિત સંદેશો પાઠવ્યો હતો.
વિદ્યાર્થીઓએ આ માનવ ચિત્ર દ્વારા જનજાગૃતિ અને સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સંદેશો આપ્યો હતો. નોંધનિય છે કે,તાપી જિલ્લામાં ૩૦ જૂનથી ૧૫ જુલાઈ સુધી ચાલતા આ અભિયાનમાં વિવિધ વિભાગોની ૨૫થી વધુ સેવાઓનું લાભવિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, અને અન્ય સેવાઓ સીધી નાગરિકો સુધી પહોંચાડવા માટે ગામેગામ લાભ વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેથી જિલ્લા વહીવટીતંત્ર સૌ નાગરિકોને અનુરોધ કરે છે કે, નિયત તારીખે અને સ્થળે હાજર રહી પોતાના અધિકારનો લાભ લેવા માટે સક્રિય ભાગીદારી દાખવે.
