સોનગઢનાં ઉકાઈ રોડ ઉપર આવેલ શક્તિનગર સોસાયટીનાં પાર્કિગમાં પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ઉકાઈ રોડ ઉપર આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા રંજનેશ્વરભાઈ ધમનભાઈ પાટીલ કોન્ટ્રાકકટર તરીકે કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે ગત તારીખ ૦૭/૦૭/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની સાઈન બાઈક નંબર જીજે/૨૬/એલ/૯૮૧૨ જેની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- પોતાના ઘરના પાર્કિગમાં પાર્ક કરી મૂકી હતી. પરંતુ કોઈ અજાણ્યો ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવીથી બાઈકને ચાલુ કરી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે રંજનેશ્વરભાઈ પાટીલ નાંએ તારીખ ૦૮/૦૭/૨૦૨૫ નાંરોજ બાઈક ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
