દેશભરમાં 47 શહેરોમાં શનિવારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનોને એક મોટી ભેટ આપતાં 51,000થી વધુ નિમણૂક પત્ર આપ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક અને પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. તેમજ દેશના લાખો યુવાનોને આવા રોજગાર મેળાઓ થકી નોકરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
