ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં નારદીપુર ગામે એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ તાલુકા પોલીસે ખોરજાપરામાં દરોડો પાડી જુગાર રમતા ચાર લોકોને ઝડપી લીધા હતા પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલીને તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ખોરજાપરામાં જુગાર રમાઈ રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. 
પોલીસે દરોડો પાડી જુગાર રમતા બકાજી માધાજી ઠાકોર તથા પ્રતાપજી ઉર્ફે પક્કાજી રઈજી ઠાકોર અને આનંદજી ભરતજી ઠાકોર તથા ધર્મેન્દ્ર ઉર્ફે લાલો કનુજી ઠાકોરને ઝડપી દીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૫,૨૫૦ જપ્ત કર્યા હતા અને જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી જુગારના એક દરોડામાં ગાંધીનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે કલોલ તાલુકાના નારદીપુર ગામે રહેતો કનુભાઈ લલ્લુભાઈ પટેલ પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા કનુભાઈ લલ્લુભાઈ પટેલ તથા વિપુલ સિંહ વાઘેલા અને રણજીતસિંહ ભગવાનસિંહ વાઘેલા તથા દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલ અને અશોકકુમાર બાબુલાલ બારોટ તથા સલીમભાઈ બસ્તી ભાઈ ખોખર અને લાલસિંહ દિલીપસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા. આમ, પોલીસે તેમની પાના પત્તા તથા રોકડા રૂપિયા ૨૫,૫૪૦ અને મોબાઈલ નંગ પાંચ તેમજ બે બાઈકો વગેરે મળી કુલ રૂપિયા ૯૬,૬૪૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.



