હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવમાન વિભાગે 16 જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી. રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. 
વાદળ ફાટવાની ઘટનામાં 15, ઊંચાઈ (ઝાડ/ચટ્ટાન) પડવાના કારણે 12, ડૂબવાથી 11, અચાનક પૂરમાં 8, વીજળીનો ઝટકો લાગવો અને સાપ કરડવાથી 5-5 અને ભૂસ્ખલ તેમજ આગ લાગવાના કારણે 1-1 મોત થયા છે. તમામ જિલ્લામાં માર્ગ દુર્ઘટનાઓમાં 44 મોત નિપજ્યા છે, જેમાં મંડી (4), કુલ્લૂ (7) અને કિન્નોર (5) સૌથી વધુ પ્રભાવિત થયા છે. વળી, 384 ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને 666 ઘરો, 244 દુકાનો અને 850 પશુશાળાઓેને નુકસાન થયું છે.
વરસાદને કારણે રાજ્યમાં 171 પીવાના પાણીની યોજનાઓ બંધ છે, જેમાંથી મંડી જિલ્લામાં 142, કાંગડામાં 18 અને સિરમૌરમાં 11 યોજનાઓ પ્રભાવિત થઈ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 199 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંડી જિલ્લામાં 141, કુલ્લુમાં 35, કાંગડામાં 10, સિરમૌરમાં આઠ, ઉનામાં ત્રણ અને ચંબામાં બે રસ્તાઓ બંધ છે. હિમાચલ સરકાર તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.



