વ્યારાના વીરપુર બાયપાસ રોડ ઉપર નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર રોડની સાઇડમાં થોભાવેલી ટ્રકની પાછળ ભેંસ ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા થયેલ અકસ્માતમાં બે ભેંસો અને એક પાડીયાનું મોત તથા બે ઇસમોને વત્તીઓછી ઈજા થઈ હતી. નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર વ્યારાના વીરપુર બાયપાસ રોડ ઉપર તારીખ ૧૫-૭-૨૫ની રાત્રિએ સુરતના ભુરી ગામ કડોદરા પાસેથી પાર્સલ ભરીને મુજજફરપુર (બિહાર) ખાતે જઈ રહેલી ટ્રકના ચાલક તથા કલીનરે પેશાબ-પાણી કરવા માટે ટ્રક રોડની સાઈડમાં થોભાવી હતી.
આમ, પોલીસે ૭ ભેંસો રૂ.૩,૫૦,૦૦૦ તથા ટ્રક રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૮,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક એઝાતખાન ઉમરખાન પઠાણ (રહે.મલેકવાડો વાલાપીડી દરગાહ ખેરાલુ-જિ.મહેસાણા), કલીનર સમીર અહેમદ જમીર અહેમદ (રહે.અકોલાભગતવાડી, તા.બાલપુર, જી.અકોલા-મહારાષ્ટ્ર)ની અટક કરી હતી. જયારે ભેંસો ભરી આપનાર નરેશભાઈ લીલાભાઈ સેનમા (રહે.મસાવગામ,તા.વીંજાપુર,જી.મહેસાણા), ભેંસો ખરીદનાર ઇરફાન ઇનુસ ગુલામ (રહે.અકોલા.મહારાષ્ટ્ર) તથા ટ્રકના માલિક એજાજમહંમદ ફજલુદ્દીન સૈયલ(રહે.કરબાવાસ જોરણંગજી, મહેસાણા)ને વોન્ટેડ જાહેર કર્યા છે. જયારે ચાલક અને ક્લીનર પાસે કોઇપણ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર તેમજ ઘાસચારા-પાણીની સુવિધા વિના ટ્રકમાં ખીચોખીચ ટુંકી દોરીથી બાંધીને પશુઓને પાસ પરમીટ વગર વહન કરવામાં આવતા હોવાની ફરીયાદ પોલીસ મથકે પાંચ ઈસમો સામે નોંધવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
