ઉચ્છલ તાલુકાના બાબરઘાટ-છાપટી-ચીખલી મેઈન રોડ આવેલ કોઝવેના સ્થાને નવો સ્લેબ ડ્રેઈન બ્રિજ બનાવવાનું કામ પ્રગતિમાં છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ખાડીમાં પૂરનું પાણી હયાત કામચલાઉ ડાયવર્ઝન માટે જોખમરૂપ હોવાથી, આ રસ્તો ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેથી તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
