વ્યારાના ખોડતળાવ ગામમાં બાઈક ઉપર જતા દંપતિ પૈકી પત્નીએ ગળામાં વીંટાળેલો દુપટ્ટો અચાનક બાઈકના પાછળના વ્હીલમાં આવી જતા ફસાઈને રોડ ઉપર પટકાતા તેણીનું મોત નિપજયું હતું.
મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના ઝરીમોરા ગામના નદી ફળીયામાં રહેતા નાનુબેન કાંતીલાલ ચૌધરી (ઉ.વ.૬૭) તારીખ ૧૭ નારોજ તેમના પતિ સાથે બાઈક ઉપર વ્યારા તાલુકાના ખોડતળાવ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખોડતળાવ ગામનાં નજીક સ્મશાન ભુમિ પહોંચતા જ નાનુબેનનો ગળામાં વીંટાયેલ દુપટ્ટો અચાનક બાઈકના વ્હીલમાં ફસાઈ ગયો હતો જેથી તેઓ બાઈક ઉપરથી રોડ પટકાતા દુપટ્ટો ગળામાં બેસી જવાથી તેમજ નાકમાંથી લોહી નીકળતા ગંભીર ઈજાના લીધે નાનુબેન ચૌધરીનું મોત નિપજયું હતું. ઘટના અંગે કાકરાપાર પોલીસ મથકે વિપુલ કાંતીલાલ ચૌધરીએ જાણ કરી હતી.
