ડોલવણના ઉમરવાવનજીક ગામની સીમમાં જેસિંગપુરાથી ઉમરવાવનજીક ગામ તરફ જતા રોડ ઉપરના વળાંકમાં પીકઅપ ટેમ્પોના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતા બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાના ઉમરવાવનજીક ગામની સીમમાં જેસિંગપુરાથી ઉમરવાવનજીક ગામ તરફ જતા રોડ ઉપરના વળાંકમાં તારીખ ૧૭-૦૭-૨૦૨૫ નારોજ પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૬/ટી/૮૫૯૫ના ચાલક મેહુલભાઇ અજીતભાઇ ચૌધરી (રહે.ઉમરવાવનજીક ગામ,ડોલવણ)નાઓએ પોતાના કબ્જાનો પીકઅપ ટેમ્પો ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે દરમિયાન હરિસિંગભાઈ ઢેડાભાઇ ચૌધરી તથા તેમના પત્ની મંજુલાબેન હરિસિંગ ચૌધરી (બંને રહે.ઉમરવાવ ગામ, ડુંગરી ફળિયું, ડોલવણ)નાઓની બાઈક નંબર જીજે/૦૫/એએફ/૪૩૪૮ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત બાઈક પરથી નીચે પડી જનાર હરિસિંગભાઈને જમણા પગના જાંઘના ભાગે તથા ઘંટણથી નીચેના ભાગે તથા જમણા હાથની વચ્ચેની બંને આંગળીમાં ફેકચર થયેલ હતું તેમજ જમણા ખભા ઉપર તથા માથામાં જમણી સાઈટે ઇજા પહોંચી હતી અને તેમની પત્ની મંજુલાબેનને કમરના ભાગે મુઢ ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ તરૂણભાઈ હરીસીંગભાઈ ચૌધરી નાએ પીકઅપ ટેમ્પોના ચાલક મેહુલભાઇ સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
