વાલોડ ગામની સીમમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વાલોડથી બારડોલી તરફ જતા રોડ ઉપર આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ સામે રસ્તા ઉપર બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ઉનાઈ ગામમાં રહેતા રીટાબેન ભરતભાઈ પટેલએ તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભાઇ મયંકકુમાર તેની ટુ વ્હીલર ગાડી જેનું રજીસ્ટ્રેશન નંબર લઈને ભાભી નર્મદાબેન જે ગાડીની પાછળ બેઠા હતા. તેઓ બારડોલીથી પોતાના ઘર જતી વખતે વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ સામે રસ્તા વચ્ચે સ્પીડ બ્રેકર આવતા તેનો ઝટકો લાગતા ભાભી નર્મદાબેન પાછળથી પડી ગયા હતા જેથી માથાના ભાગે ઈજા થતાં પ્રથમ હોસ્પિટલ રેફરલ વાલોડ ખાતે સારવાર બાદ યુનિવર્સલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન તારીખ ૧૫-૦૭-૨૦૨૫ નારોજ નર્મદાબેનનું મોત નિપજ્યું હતું.
