સુરત જિલ્લાના કામરેજના વાવ ગામની સીમમાં નેશન હાઈવે નંબર પર બાઈક ચાલકે મોપેડને અડકેટે લઈ લીધી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રમેશભાઈ મેરગભાઈ ચાવડા (ઉ.વ.૩૫) મોપેડ લઇને કામરેજથી માંકણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાવ ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ તરફનાં નેશનલ હાઈવે નંબર-૪૮ પર રોંગ સાઇડ પર સામેથી પુરપાટ આવી રહેલી મોટરસાઈકલના ચાલકે રમેશભાઈને અડકેટે લઈ લીધા હતા. આ ઘટનામાં રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. કામરેજ પોલીસે કસૂરવાર બાઈક ચાલક છોટુસિંગ કરણસિંગ બદોરીયા (રહે.મકાન નં-૪૩, આશ્રવ બંગ્લોઝ, કામરેજ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
