મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. અને પછી તેને ઘરમાં ટાઇલ્સ નીચે દાટી દીધો હતો. આરોપી મહિલા અને તેનો પ્રેમી ફરાર છે. પોલીસે બન્ને આરોપીને પકડકવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કેસ પણ કંઈક અંશે મેરઠની મુસ્કાન અને ઇન્દોરની સોનમ જેવો જ છે. પોતાના પ્રેમીઓના પ્રેમમાં પાગલ પત્નીઓના કારનામા પરિવાર વિખેરાઇ રહ્યા છે.
મુંબઈમાં ગુડિયા નામની મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢ્યુ હતુ. 20 વર્ષના પ્રેમીએ ગુડિયાના પતિની હત્યા કરી હતી. પછી ઘરમાં જ ખાડો ખોદીને તેની મૃતદેહને દાટી દીધી હતો. એટલું જ નહીં, આ પછી તેણીએ તેના પતિના ભાઈને ફોન કરીને કહ્યું કે આ ખાડો બાથરૂમ માટે ખોદવામાં આવ્યો છે. તેના પર ટાઇલ્સ લગાવો. મૃતકનો ભાઈ ભાભીના ઇરાદા સમજી શક્યો નહીં અને તે ખાડાને ટાઇલ્સથી ઢાંકી દીધો હતો.
પોલીસે ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી 32 વર્ષીય વિજય ચૌહાણનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. વિજય ચૌહાણને તેની પત્ની અને તેના પ્રેમીએ હત્યા કર્યા પછી ઘરમાં ટાઇલ્સ નીચે દફનાવી દીધો હતો. વિજયની હત્યા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેનો ભાઈ ઘણા દિવસો સુધી તેનો સંપર્ક કરી શક્યો નહીં. જ્યારે તે ઘરે ગયો ત્યારે તેને ત્યાં દુર્ગંધ આવી હતી.
વિજય ચૌહાણ તેની પત્ની ચમન ઉર્ફે ગુડિયા દેવી સાથે નાલાસોપારાના ધનુબાગ વિસ્તારમાં આવેલી સાઈ શારદા વેલ્ફેર સોસાયટીમાં રહેતો હતો. તેમના લગ્નને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. તેમને 6 વર્ષનો એક પુત્ર પણ હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુડિયાનો 20 વર્ષીય મોનુ વિશ્વકર્મા સાથે પ્રેમ સંબંધ હતો. જે તે જ વિસ્તારમાં બાજુના ઘરમાં રહેતો હતો. બંનેએ કથિત રીતે વિજયની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગુડિયા અને મોનુ વિશ્વકર્માએ લગભગ 15 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હતો અને વિજયને દફનાવવા માટે છ ફૂટ લાંબો, બે ફૂટ પહોળો અને ચાર ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો.
મૃતકના બે ભાઈઓ બિલાલ પાડામાં રહેતા હતા. જેમણે તાજેતરમાં નવું ઘર ખરીદ્યું હતું અને વિજય પાસેથી પૈસાની જરૂર હતી. જ્યારે તેઓ ફોન દ્વારા તેનો સંપર્ક કરી શક્યા નહીં. ત્યારે તેઓએ તેની પત્નીને ફોન કર્યો. તેમને કહેવામાં આવ્યું કે વિજય કામ માટે કુર્લામાં છે. આ ફોન પછી થોડીવાર પછી, ગુડિયાએ તેનો ફોન બંધ કરી દીધો અને ભાગી ગઈ હતી,
પડોશીના ઘરમાં રહેતી શબનમ શેખે કહ્યું કે વિજયે ગુડિયાને એક-બે વાર માર માર્યો હતો. જોકે, વિજયે કોઈ નશીલા પદાર્થ પીધો ન હતો. મોનુ અને ગુડિયા વચ્ચે અફેર હતું. મોનુના માતા-પિતાને પણ આ વાતની જાણ હતી. વિજયને પણ આ વાતનો સંકેત મળ્યા હતા.
