બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન અભિયાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યભરમાંથી 51 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આયોગનુ કહેવુ છે કે જ્યારે તપાસ કરી ત્યારે 18 લાખ એવા મતદારો છે જેમનું મૃત્યુ થઇ ચૂક્યુ છે.જેમના નામ મતદાર યાદીમાં સામેલ હતા. આ સિવાય તપાસમાં એવા પણ નામો સામે આવ્યા છે કે જે બિહારની બહાર અન્ય જગ્યાઓ પર રહી રહ્યા છે. આ સિવાય 7 લાખ લોકોએ બિહાર અને બીજી અન્ય જગ્યા પર રહી રહ્યા છે ત્યા બંને જગ્યાનું વોટર આઇડી બનાવી રાખ્યુ છે જે નિયમોનું ઉલ્લઘંન માનવામાં આવે છે.મહત્વનું છે કે બિહારનાં 7.89 કરોડ મતદારોમાંથી લગભગ 97.30 ટકા લોકોએ અત્યાર સુધી પોતાના ગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. જેમાં 2.70 ટકા મતદારોએ હજુ સુધી કોઇ ફોર્મ સબમિટ કર્યુ નથી. પરંતુ આજે સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન અભિયાનને લઇને માહિતી સામે આવી. જેમાં તપાસ દરમિયા અનેક મતદારોને અલગ અલગ રિઝનને કારણે નામ કમી કર્યા છે. એટેલે કે મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. 51 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા છે.
