દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ઓલમ્પિકમાં જીતનાર ખેલાડીઓને મળતી રોકડ રકમમાં વધારો કર્યો છે. આ ઉપરાંત એશિયાડ, કોમન વેલ્થ ગેમ્સ અને નેશનલ ગેમ્સમાં પણ મેડલિસ્ટને મળતી ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
પહેલા ઓલિમ્પિક જીતવા પર 3 કરોડ, 2 કરોડ અને 1 કરોડ મળતા જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ માટે 7 કરોડ, સિલ્વર મેડલ માટે 5 કરોડ અને બ્રોન્ઝ મેડલ માટે 3 કરોડ અપાશે. આ સાથે જ ઓલિમ્પિકમાં ગોલ્ડ, સિલ્વપ જીતનારને ગ્રુપ એની નોકરી અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારને ગ્રુપ બીની નોકરી અપાશે. અન્ય રમતોમાં પણ જીતનારને એ, બી અને સી કેટેગરીમાં નોકરી અપાશે.આ ઉપરાંત જેઓ ધોરણ 10માં સારા માર્કસથી પાસ થશે તેને લેપટોપ અપાશે. દિલ્હી સરકાર 175 સરકારી શાળાઓમાં કમ્પ્યુટર લેબ પણ બનાવશે. તેઓ ICT લેબ્સ સ્થાપશે જે CBSE દ્વારા માન્ય પરિમાણો પર હશે. આ લેબમાં 40 કોમ્પ્યુટર્સ હશે. મહત્વનું છે કે દિલ્હીમાં 1074 સરકારી શાળાઓ છે જેમાં ક્યાંય પણ કોમ્પ્યુટર લેબ નથી. સીએસઆર દ્વારા 100 આઇસીટી લેબ્સ બનાવી જ્યારે કેન્દ્ર સરકારે 907 લેબ્સ માટે પૈસા આપ્યા પરંતુ પાછલી સરકારે તેનું કાર્ય પૂર્ણ ન કર્યું.
