સોનગઢના નંદનવન સોસાયટીમાં રહેતો શખ્સ મિત્રને મળવા લક્કડકોટ ખાતે જાવ છું તેવુ કહીને ઘરેથી નિકળ્યો હતો. જોકે આજદિન સુધી કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સોનગઢના નંદનવન સોસાયટીમાં ઘર નંબર-૧૦૮માં રહેતો વિકાસભાઈ કૈલાશભાઈ પવાર (ઉ.વ.૩૯) ગત તારીખ ૧૫/૦૭/૨૦૨૫ નારોજ તેમના મિત્રને મળવા લક્કડકોટ ખાતે જાવ છું તેવુ કહીને તેની સ્ત્રીમિત્ર માલતી પાટીલ સાથે અથવા ક્યાંક ચાલી જઈ ઘરેથી નીકળી ગયેલ હોય અને તપાસ કરવા છતા આજદિન સુધી મળી આવેલ નહોય વિકાસભાઈ પવારની પત્ની સોનાલીબેન વિકાસભાઈ પવારે તારીખ ૨૨/૦૭/૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. સોનગઢ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુમ જાણવા જોગ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ શરુ કરી છે. ગુમ થનાર શરીરે મજબુત બાંધાનો, રંગે ધંઉં વર્ણનો, મોઢું લંબ ગોળ, તેના જમણા હાથે gotu લખાવેલ છે. અને તેણે શરીરે લાઇટ બ્લ્યુ કલરનો ફુલોની નાની ભાત વાળો શર્ટ તથા બ્લ્યુ કલરનો પેન્ટ પહેરેલ છે. તે ગુજરાતી તથા હિંદી તથા મરાઠી ભાષા જાણે છે.
