સોનગઢના ધજાંબા ગામના કટાડી ફળીયામાં રહેતો અરુણભાઈ ગોવિંદભાઈ ચૌધરી (ઉ.વ.૩૦) ખેતીકામ કરતો હતો. સોમવારના રોજ અરુણભાઈ પોતાની મોટરસાયકલ લઈને સોનગઢ કામ અર્થે ગયો હતો.ત્યાંથી પરત ઘરે ફરતી વખતે રાત્રિના આશરે ૯ વાગ્યાના અરસામાં ધજાંબા ગામમાં શૈલેષભાઈ સરાદીયાભાઈ ગામીતના માછલીના તળાવની પાળ ઉપર આવેલા સરગવાના ઝાડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અરુણભાઈએ બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક રોડની સાઈડમાં ઉતરીને બે પથ્થરો સાથે અથડાઈ હતી,ત્યારે સરગવાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં અરુણભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
