ઉચ્છલના ગવાણ ગામની સીમમાં જંગલ જમીનના ખેતરમાં વાવેતર કરી રહેલ વૃદ્ધને આરકાટીના ઈસમે મારમારી જમીનમાં કેમ વાવેતર કરો છો કહી કુહાડીના હાથા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે ઉચ્છલ તાલુકાના આમોદા ગામના રહીશ કૃષ્ણભાઈ ગોરજીભાઈ વસાવા તા.૨૦-0૭-૨૦૨૫ ના રોજ ગવાણ ગામની સીમમાં આવેલ જંગલ જમીનવાળા ખેતરમાં જુવાર તથા તુવેરનું વાવેતર કરી રહ્યા હતા તે દરમિયાન આરકાટીના ઈશ્વરભાઈ કુતરીયાભાઈ વળવી હાથમાં કુહાડી લઈને આવ્યા હતા અને કહેતા હતા કે આ જમીન મારી છે તમે કેમ ખેડાણ કરી વાવેતર કરો છો ? તેમણે ગાળો બોલી કુહાડીના હાથા વડે કૃષ્ણભાઈને પીઠના ભાગે માર મારી નીચે પાડી દઇ જમણા હાથના કોણીના નિચલા ભાગે કુહાડી મારી ઈજા પહોંચાડી હતી. આજે તો બચી ગયા છો બીજીવાર ખેતરમાં આવશો તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ઈશ્વરભાઈ વળવી સામે ઉચ્છલ પોલીસ મથકે ઈજાગ્રસ્તની દિકરીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
