સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ક્રેડિટ કાર્ડ વાપરનારાઓને રૂ.૫૦ લાખ કે રૂ.૧ કરોડના અકસ્માત વીમાનું કવચ આપવાનું ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫થી બંધ કરી દેવામાં આવશે. હાઈ વેલ્યુ ક્રેડિટ કાર્ડ લેનારાઓને સાથે કોમ્પ્લિમેન્ટરી વિમાન અકસ્માતનું વીમા કવચ આપવામાં આવતું હતું. પ્રાઈમ અને ઇલાઇટ કેટેગરીના કાર્ડ લેનારાઓ પર આ નિર્ણયની મોટી અસર પડશે. તેમ જ પ્લેટિનમ કાર્ડ ધારક પર પણ તેની અસર પડશે. રૂ.૫૦ લાખ કે રૂ.૧ કરોડના મૂલ્યના ક્રેડિટ કાર્ડ લેનારાઓને વધારાના લાભ તરીકે વિમાન અકસ્માત વીમાનું કવચ આપવામાં આવી રહ્યું છે.
યુકો બેન્ક દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા એસબીઆઈ કાર્ડ એલાઈટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા એસબીઆઈ ઈલાઈટ, પીએસબી એસબીઆઈ ઈલાઈટ કાર્ડ, કરૃર વૈશ્ય બેન્ક એસબીઆઈ સિગ્નેચર કાર્ડ, અલાહાબાદ બેન્ક એસબીઆઈ કાર્ડ ઇલાઈટ પર આપવામાં આવતું વિમાન અકસ્માત કવચ પાછું ખેંચી લેવામાં આવશે. ઉપરોક્ત તમામ કાર્ડ પર એક કરોડનું વિમાન અકસ્માતનું વીમા કવચ આપવામાં આવતું હતું.
આ જ રીતે ૫૦ લાખનો વિમાન અકસ્માતનું વીમા કવચ આપતા યુકો બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, પીએસબી એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સાઉથ ઇન્ડિયાન બેન્ક એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ, કર્ણાટકા બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, સિટી યુનિયન બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, અલાહાબાદ બેન્ક એસબીઆઈ કાર્ડ પ્રાઈમ, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ એસબીઆઈ વિઝા પ્લેટિનમ કાર્ડ, ફેડરલ બેન્ક એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર એસબીઆઈ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતા મફત રૂ.૫૦ લાખના મૂલ્યના વિમાન અકસ્માતનું વીમા કવચ આગામી ૧૧મી ઓગસ્ટથી આપવાનું બંધ કરી દેવામાં આવશે. જુલાઈ ૨૦૨૫થી જ એસબીઆઈ કાર્ડ ઈલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ ઇલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ પ્રાઈમ પર આપવામાં આવતા રૂ.૧ કરોડના અકસ્માત વીમા કવચને પાછું ખેંચી લાવવામાં આવ્યું હતું. એસબીઆઈ કાર્ડ પલ્સ, એસબીઆઈ કાર્ડ પ્રાઈમ પર આપવામાં આવતું રૂ.૫૦ લાખનું વીમા કવચ પંદરમી જુલાઈથી જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
જુલાઈ ૨૦૨૫થી જ એસબીઆઈ કાર્ડ ઈલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ ઇલાઈટ, એસબીઆઈ કાર્ડ માઈલ્સ પ્રાઈમ પર આપવામાં આવતા રૂ.૧ કરોડના અકસ્માત વીમા કવચને પાછું ખેંચી લાવવામાં આવ્યું હતું. એસબીઆઈ કાર્ડ પલ્સ, એસબીઆઈ કાર્ડ પ્રાઈમ પર આપવામાં આવતું રૂ.૫૦ લાખનું વીમા કવચ પંદરમી જુલાઈથી જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ વીમા કવચ માત્ર કાર્ડ હોલ્ડરને જ આપવામાં આવતું હતું. તેના પરિવારના સભ્યને તેની હેઠળ આવરી લેવામાં આવતા નહોતા. આ વીમા કવચમાં પરિવારના અન્ય સભ્યના નામ ઉમેરી શકાતા પણ નહોતા. આ જ રીતે યાત્રા એસબીઆઈ કાર્ડ હેઠળ પણ વિમાન અકસ્માતના કિસ્સામાં લાભ માત્ર કાર્ડ હોલ્ડરને જ આપવામાં આવતો હતો. યાત્રા એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને વિમાનયાત્રાની ટિકીટ બુક કરાવે તો જ આ લાભ આપવામાં આવતો હતો. હવે તે બંધ કરવામાં આવી રહ્યો છે.
