મુંબઈ – હિન્દુવાદી દિવંગત વિનાયક સાવરકરના સંબંધી અને સાવરકર બદનક્ષી કેસના ફરિયાદી સત્યકી અશોક સાવરકરે કરેલા બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નાશિકની કોર્ટે જામીન આપ્યા છે.
લંડનમાં માર્ચ ૨૦૨૩માં ગાંધીએ કરેલા વિવાદાસ્પદ ભાષણને પગલે આ કેસ કરવામાં આવ્યો છે. ભાષણમાં સાવરકરના કૃત્યો અંગે બદનક્ષી ભરી ટિપ્પણી કરાઈ હોવાનો આરોપ છે. સત્યકી સાવરકરે ૨૦૨૩માં બદનક્ષીનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીના દાવાને નકાર્યો હતો અને આવી કોઈ ઘટનાનો તેમના પુસ્તકમાં ઉલ્લેખ ન હોવાનું જણાવ્યું હતું. સુનાવણી દરમ્યાનપ જજે આરોપો વાંચી સંભળાવ્યા હતા. બાચવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે ફરિયાદની નકલ અને સંબંધીત દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. કોર્ટના સવાલના જવાબમાં ગાંધીએ પોતે ગુનેગાર નહોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.આ સાથે કોર્ટે હવે ૨૯ જુલાઈની તારીખ પુરાવા રેકોર્ડ કરવા રાખી છે.અગાઉ પુણે કોર્ટેમાં પણ આ સંબંધી કેસમાં રાહુલ ગાઁધીએ પોતે ગુનેગાર નહોવાનું નિવેદનકરતાં સુનાવણીનો માર્ગ મોકળો થયો હતો.
